Daily Current affairs Gujarati: 14/7/2021

Here is today’s article Daily Current Affairs 14/7/2021, in this article, we will share with you the important news of the 14th July 2021, the news given here will be very useful to you from the point of view of the exam.

Current affairs : 14/7/2021

ભારત દ્વારા ભીમ(BHIM) UPI સર્વિસ ભૂટાન માં શરૂ કરવામાં આવી.

“QR Based” ભીમ(BHIM) UPI સર્વિસ ભૂટાન નિર્મળા સિતારમન દ્વારા લોંચ કરવામાં આવી.

  • ભુતાનની રાજધાની: થિમ્પૂ;
  • ભૂટાનના વડા પ્રધાન: લોટયે શેરીંગ;
  • ભુતાનનું ચલણ: ભુતાની ngultrum.

અમિત શાહે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સેન્ટર ઑફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું છે.

સેન્ટર ઑફ એક્સેલન્સનું મુખ્ય કાર્ય યૂથ ને વ્યાસનો થી દૂર રાખવા, આ સાથે ડ્રગ્સ અને નશા કારક દ્રવ્યો પર સંશોધન પણ કરવામાં આવશે,

અમિત શાહ દ્વારા Investigation of Crime against women for Indian Police નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

શેર બહાદુર દેઉબા નેપાળ ના પાંચમી વખત વડાપ્રધાન બન્યા.

નેપાળ ની કોર્ટ ના આદેશ બાદ નીચલા ગૃહ ને પુનઃ સ્થાપિત કરી અને શેર બહાદુર દેઉબા ને વડાપ્રધાન પદ પર નિયુક્ત કર્યા.

નેપાળ દ્વારા જળ વિદ્યુત માટે ભારત સાથે 1.3 બિલ્યન US ડોલર નો મોટો સોદો કર્યો.

પૂર્વીય નેપાળમાં સંઘુવાસભા અને ભોજપુર જિલ્લાઓ વચ્ચે સ્થિત 679 મેગાવાટ લોઅર અરુણ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ વિકસાવવા માટે નેપાળે ભારત સાથે 1.3 અબજ ડોલરના સોદા પર હસ્તાક્ષર કર્યા છે.

આ સોદા મુજબ, ભારતની રાજ્યની માલિકીની સતલુજ જલ વિદ્યુત નિગમ (એસજેવીએન), પડોશી હિમાલય રાષ્ટ્રમાં 679 મેગાવાટ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ વિકસાવશે.

ભારતીય નેવી માં 10મુ એંટિ સબમરીન વારફેર એરક્રાફ્ટ “P-8I” શામેલ થયું.

પી -8 આઇ એ લાંબા અંતરની દરિયાઇ એન્ટિ-સબમરીન વોરફેર એરક્રાફ્ટ છે, યુએસ નેવી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા પી -8 એ પોસાઇડનનું એક પ્રકાર છે.

દીપક કાબરા ઓલિમ્પિક્સમાં પ્રથમ ભારતીય જિમ્નેસ્ટિક્સ જજ બન્યા

ટોક્યો માં શરૂ થનારી ઓલિમ્પિક માં તે 23 તારીખ થી પુરુષ ની જિમ્નેસ્ટિક્સ સ્પર્ધા માં જોવા મળશે.

2026 માં બેડમિન્ટન ચેમ્પિયન શીપ ભારત માં યોજાશે.

આ બીજી વખત થશે જ્યારે ભારત ઓલિમ્પિક વર્ષ સિવાય દર વર્ષે યોજાયેલી પ્રીમિયર ટુર્નામેન્ટનું આયોજન કરશે.

ભારતે 2009 માં હૈદરાબાદમાં બીડબ્લ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપનું આયોજન કર્યું હતું.

1983 વર્લ્ડ કપ વિજેતા ભારતના પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું નિધન

પૂર્વ ભારતીય ક્રિકેટર, યશપાલ શર્મા, જે 1983 ના ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના સભ્ય હતા, તેમનું નિધન થયું છે. તેમણે 37 ટેસ્ટ અને 42 વનડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

પટનામાં ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્ર બનશે.

આ શંશોધન કેન્દ્ર ભારત અને એશિયા નું પ્રથમ સંશોધન કેન્દ્ર હશે. જે પટના યુનિવર્સિટિ ના પ્રાંગણ માં હશે. વશ 2018-2019 ના એક સર્વે અનુસાર 1455 જેટલી ડોલ્ફિન ગંગા માં જોવા મળી હતી.

ભારતના પ્રથમ ક્રિપ્ટોગેમિક ગાર્ડન નું ઉદ્ઘાટન કરવા માં આવ્યું

ઉતરખંડ ના દહેરાદૂન માં દેવબન વિસ્તાર માં ભારત ના પ્રથમ ક્રિપ્ટોગેમિક ગાર્ડન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

ક્રિપ્ટોગેમિક: Hidden Reproduction “બિન બીજવાળા છોડ”

ક્રિસ ગેલ: ટી20 માં 14000 રન બનાવનાર પ્રથમ ખેલાડી

તેના દ્વારા ટી 20 ફૉર્મટ માં 14000 રન ફટકારવા માં આવ્યા છે. આમ કરનાર તે વિશ્વ માં પ્રથમ ખેલાડી બન્યો

ગુરુ ગોવિંદસિંહ ની રામાયણ

નરેન્દ્ર મોદી દ્વારા શ્રી ગુરુ ગોવિંદસિંહજી ની રામાયણ પુસ્તક ની પ્રથમ આવ્રુતિ ને લોંચ કરવામાં આવી હતી. આ પુસ્તક બલજિત કૌર તુલસી દ્વારા લખવાં આવ્યૂ છે.

અન્ય મહત્વપૂર્ણ

  1. ભારતીય રેલ્વે ને પ્રથમ ફ્રેશ વોટર એક્વેરિયમ ટનલ બેંગલુરુ ખાતે શરૂ થયી.
  2. રશિયા ની મદદ થી ભારત ના તામિલનાડું માં કૂડનકુલમ પરમાણુ પ્લાન્ટ બની રહ્યો છે.

Leave a Comment